તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નર્મદાને પ્રદુષિત કરાતી હોવાની માછી સમાજની રજૂઆતના 24 કલાકમાં જ કેમિકલ વેસ્ટ ઠાલવવા આવેલી ટ્રક ઝડપાઇ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રક ઝડપાઇ હતી. - Divya Bhaskar
અંકલેશ્વરના માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રક ઝડપાઇ હતી.
  • અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરાતાં FSL અને GPCBનો કાફલો માટીએડ ગામે દોડી ગયો, સ્થળ પરથી સેમ્પલ લેવાયા
  • ગ્રામજનોને ડ્રમ ભરેલી ટ્રકની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલીસ બોલાવી
  • કેમિકલ વેસ્ટ કઇ કંપનીનો હતો ? ટ્રકચાલકની અટક કરી પોલીસે તપાસ આરંભીઃ NCTL વિવાદમાં સપડાતા ઉદ્યોગો જાતે જ દૂષિત પાણી ઠાલવવા લાગ્યા

અંકલેશ્વરના ઉદ્યોગોના દૂષિત પાણી પ્રોસેસ કરી દરિયામાં ઠાલવતી નર્મદા ક્લિનટેક કંપની પણ હવે પ્રદૂષણ મામલે જીપીસીબીના રડારમાં આવી છે. ત્યારે કંપનીઓ હવે તેમનું કેમિકલ વેસ્ટ ઠાલવવા માટે તાલુકાના ગામોની અવાવરું જગ્યા શોધી રહ્યા છે. બુધવારે માટીએડ ખાતે કેમિકલ યુક્ત સ્લજ ઠાલવવા આવેલા ટ્રક ઝડપાઈ જવા પામી છે.

ગ્રામજનો શંકા જતા ટ્રક કેમિકલ વેસ્ટનો કચરો ઠાલવે તે પૂર્વે જ ઝડપી પાડી હતી. તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ એફ.એફ.એલ. ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જીપીસીબીને જાણ કરતા ટીમે પણ સેમ્પલ કલ્કેટ કર્યા હતા. પોલીસે ટ્રક ચાલક અટક કરી પૂછપરછ આરંભી હતી. માટીએડ અને કોયલી ગામ ની સીમ અંતરિયાળ ભાગ કાચા રસ્તે ખાલી કરવા જતા ટ્રક ઝડપાઈ હતી.

અંકલેશ્વર તાલુકાના વિવિધ વિસ્તારોમાં કેટલાંક ઉદ્યોગો અવાવરૂ જગ્યાનો લાઈ લઈ કેમિકલ ઠાલવી રહ્યા છે. માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલ ટ્રક ને ગ્રામજનો એ ઝડપી પાડી તાલુકા પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સ્થળ ઉપર જીપીસીબી ની ટીમ આવી પહોંચી સોલિડ વેસ્ટના સેમ્પલ લઇ વધુ કેમિકલ વેસ્ટ સાનો છે તે અંગે તપાસ આરંભી હતી.

પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં માટીએડ અને કોયલી ગામની વચ્ચે એકદમ અંતરિયાળ વિસ્તારમાં કાચા માર્ગ પર અવાવરું જગ્યામાં ટ્રકમાં કંપનીનો કેમિકલ યુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણી અને ડ્રમ ભરીને નિકાલ કરવા પેરવી કરતા ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી હતી અને ગ્રામજનો એ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી ટ્રકમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ડ્રમ મળી આવ્યા હતા.

જેમાં સોલિડ વેસ્ટ અને પ્રદુષિત પાણી ભરેલ માલુમ પડતા આ અંગે જીપીસીબીએને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સાથે એફએસએલની ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રકમાં કેમિકલયુક્ત પાણી અને વેસ્ટનો જથ્થો મળી આવ્યો
માટિએડ ગામથી કોયલી ગામ તરફ જવાના માર્ગ ઉપર અંદરના ભાગે કાચા રસ્તા પર એક ટ્રક શંકાસ્પદ હિલચાલ કરી રહી હોવાની અમને જાણ થઈ હતી. જેથી અમે સાથી ગ્રામજનો સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ટ્રકમાં કેમિકલયુક્ત પાણી તેમજ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.હાલ પોલીસ અને જીપીસીબીની ટીમ તપાસ કરી રહી છે.> મહિપતસિંહ ડોડીયા,આગેવાન માટીએડ ગામ.

પોલીસે જીપીસીબીને જાણ કરતા સેમ્પલ લેવામાં આવ્યા છે
અંકલેશ્વર તાલુકા પોલીસે આજે સવારે જાણ કરતા ટીમ દ્વારા જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા ડ્રાઈવર ની પૂછપરછ કરી રહી છે તેમના દ્વારા પણ જરૂરી પોલીસ ફરિયાદ કરાઈ રહી છે. ત્યારે પ્રાથમિક સેમ્પલ લઇ તેના પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. - આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી જીપીસીબી, અંકલેશ્વર

નર્મદા નદીના કિનારા નજીક બનેલી ઘટના
ગત રોજ માછી સમાજ દ્વારા નર્મદા નદી પ્રદુષિત થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી અને તેના ગણતરી કલાકો માં માટીએડ કોયલી વચ્ચે નર્મદા નદી પાસે પ્રદુષિત પાણી અને કેમિકલ યુક્ત દ્રમ ના નિકાલ કરતા ટ્રક ઝડપાઈ જવા પામી છે. ત્યારે પર્યાવરણ ના દુશ્મનો હવે નર્મદા નદી અંતરિયાળ વિસ્તારમાં પણ પ્રદુષિત ઝેર ઓકી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...