માર્ગ પર ટ્રાફિકજામના દૃશ્યો:અંકલેશ્વરના ચૌટાનાકા નજીક લાકડા ભરેલી ટ્રક પલ્ટી જતા ટ્રાફિકજામ; પોલીસના જવાનોએ ટ્રાફિક હળવો કરાવ્યો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના ચૌટાનાકા નજીકથી પસાર થઈ રહેલી ટ્રકની નીચે રોડ પર ભુવો પડીને માટી ધસી પડવાના કારણે ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ જવાનોએ દોડી આવીને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.

ટ્રક પલ્ટી જતા માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો
અંકલેશ્વરના ચૌટાનાકાથી આજે બપોરના સમયે એક ટ્રક ચાલક લાકડા ભરીને પસાર થઈ રહ્યો હતો. તે સમય દરમિયાનમાં બિસ્માર રોડના કારણે ભુવો પડતા ટ્રકનું ટાયર અંદર ફસાઈ જતા રોડની માટી ધસી પડતા લાકડા ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રક પલ્ટી જતાં આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવીને ટ્રકના ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો. બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકને થતાં જ પોલીસના કાફલાએ ઘટનાસ્થળ પર દોડી આવીને ટ્રાફિક હળવો કર્યો હતો. જોકે ટ્રકના કારણે કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...