તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અંકલેશ્વરથી ચોરાયેલી બાઈક સાથે મધ્યપ્રદેશનો ચોર ઝડપાયો

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 23 મી ઓગસ્ટે વસીલા દૂધ ડેરી પાસેથી બાઇકની ચોરી થઇ હતી

અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે થી ચોરાયેલી બાઈક સાથે એમ.પી નો રીઢા ચોર ને પોલીસે ઝડપી પાડ્યો હતો. 23 મી ઓગસ્ટ ના રોજ વસીલા દૂધ ડેરી પાસે થી સ્પ્લેન્ડર મોટર સાયકલ ની ચોરી થઇ હતી.શહેર પોલીસે ગણતરીના કલાકોમાં ચોરી ની મોટર સાઇકલ રીઢા ચોર ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરી ની મોટર સાઇકલ રિકવર કરી રીઢા ચોર ને જેલ ભેગો કર્યો હતો. અંકલેશ્વર સેલારવાડ ખાતે રહેતા અબ્દુલ રઉફ શેખ એ પોતાની મોટર સાઇકલ ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ વસીલા દૂધ ડેરી આગળ પાર્ક કરી હતી.

જીઆઇડીસી ખાતે ટેમ્પો લઇ કામ અર્થે ગયા હતા તે દરમિયાન તેમની બાઇક ચોરી થઇ જવા પામી હતી જેની શોધખોળ કરવા છતાં ના મળી આવતાં અંતે તેઓ દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 10 હજાર રૂપિયા ની મોટર સાયકલ ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

દરમિયાન પોલીસે વાહન ચેકિંગ હાથ ધરી તપાસ શરૂ કરતા ત્રણ રસ્તા સર્કલ પાસેથી મૂળ મધ્યપ્રદેશના દિલકસિહ ગૌણ બાઇક લઇ નજરે પડતા તેને રોકી તેની પાસે બાઈક અંગે ના જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે દિલકસિહ ઉર્ફે બંડકવ ગૌણ કડક પૂછપરછ કરતા તેને મોટર સાઇકલ ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ વસીલા દૂધ ડેરી આગળ થી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...