ગાયનો જીવ બચાવ્યો:અકસ્માતમાં પોતાના જ શીંગડાથી ઘાયલ ગાયનો ટીમે જીવ બચાવ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર હાઇવે પર બનેલી ઘટના, 1962 હેલ્પલાઇનની એમ્બ્યુલન્સ દોડી આવી

અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયનો 1962 દ્વારા તાત્કાલિક સારવાર મળતા જીવ બચી જવા પામ્યો હતો. ભરૂચ શહેરમાં 1962 હેલ્પલાઇનની એમ્બ્યુલન્સના તબીબ અને તેની ટીમે પુનઃ ગાયનો જીવ બચાવ્યો હતો. રાજ્ય સરકારની 1962 હેલ્પલાઇનની પશુ માટે 108 ગણાતી એમ્બ્યુલસ 1962 કરુણા એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નિરવ ભાઈ તેમની ટીમ ઘાયલ પશુ માટે આશીર્વાદ રૂપ બની હતી. ભરૂચ અંકલેશ્વર હાઇવે પર માર્ગ અકસ્માતના ઘાયલ ગાયને જોતા જયેન્દ્રસિંહ વાસોદિયા નામના વ્યક્તિ તત્કાલ સારવાર માટે ફોન આવતા કરુણા એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો.

ડો.નિરવભાઈ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ગાયને તપાસ કરતા જાણવા મળ્યું કે ગાયને અકસ્માતને કારણે સિંગડું ભાગી ગયું હતું અને પાંસળી પેટમાં ઘુસી જતા પેટનો ભાગ બહાર આવી ગયો હતો. ગાયને બચાવવા અને પીડા મુક્ત કરવા ડો. નીરવ તથા પાયલટ હિંમતભાઈ એમ બંને મળીને ત્રણ કલાકની મહેનત થી પેટ પર પડી ગયેલા ઘા ને સફાઈ કરીને અને બહાર આવી ગયેલા ભાગને અંદર મૂકી ટાંકા માર્યા હતા. ત્યાર બાદ ભાગી ગયેલા સિંગડા ને સાફ કરીને યોગ્ય સારવાર આપી હતી. આ બધું જોવા માટે ભેગા થયેલા લોકોએ આ કામની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...