અંકલેશ્વર-ઝઘડિયા રોડ ઉપર કેમિકલ ભેરલુ ટેન્કર પલ્ટી જતાં દોડધામ મચી ગઇ હતી. જેના કારણે રોડ ઉપર કેમિકલની રેલમ-છેલમ જોવા મળી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઇ ન હતી.
માર્ગ ઉપર કેમીકલ ઢોળાતા રેલમ છેલ જોવા મળી
ઝઘડિયા અને અંકલેશ્વરના માર્ગ ઉપરથી એક ટેન્કર ચાલક ઝઘડીયા GIDCમાંથી ટેન્કરમાં કેમીકલ ભરીને પસાર થઈ રહ્યો હતો. આ માર્ગ ઉપર માર્ગની કામગીરી ચાલતી હોય ટેન્કરના ચાલકે ફૂલ સ્પીડ અને ગફળત ભરી રીતે પોતાના ટેન્કર ચલાવી સ્ટેટિંગ પરનો કાબુ ગુમાવતાં કેમીકલ ભરેલું ટેન્કર માર્ગની ઉપર પલ્ટી મારી ગયું હતું. જેમાંથી કેમીકલ ઢોળાવા લાવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે કેમીકલની રેલમ-છેલમ જાહેર માર્ગ ઉપર જોવા મળી હતી.
આ બનાવની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.