ડેપોનું તાત્કાલિક રીપેરીંગ કરવા માગ:અંકલેશ્વરમાં ST ડેપોમાં સ્લેબનો પોપડો પડતા વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત, આસપાસ બેઠેલા પેસેન્જરોમાં નાશભાગ મચી

અંકલેશ્વર18 દિવસ પહેલા

અંકલેશ્વર શહેરમાં આવેલા એસટી ડેપોમાં બસની રાહ જોઈને બેઠેલી માટીએડ ગામની વિદ્યાર્થીનીના માથા ઉપર સ્લેબનો પોપડો પડતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જોકે સ્લેબ પડતા મુસાફરોએ તાત્કાલિક ડેપોનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

એસટી ડેપોનો સ્લેબનો પોપડો પડતા યુવતી ઘાયલ
અંકલેશ્વરના માટીએડ ગામની નેન્સી પરમાર કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, નેન્સી શહેરમાં આવેલા એસટી ડેપોમાં પ્લેટફોર્મ પર બસની રાહ જોઈને બેઠી હતી. તે દરમ્યાન અચાનક ડેપોના સ્લેબનો પોપડો નેન્સીના માથા ઉપર પડતા તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે એસટી ડેપોનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત નેન્સી પરમારને 108 મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે આસપાસ બેઠેલા પેસેન્જરોમાં પણ નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર એસટી ડેપો તંત્ર વહેલી તકે સ્લેબના જજર્રિત ભાગનું સમારકામ કરે તેવી મુસાફરોએ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...