તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંકલેશ્વરના લોઢણ ફળીયામાં ઘરમાંથી પાણીના ઝરણ ફૂટ્યાં

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાના 4 મહિના ઘરમાંથી રહેવું પણ મુશ્કેલ

અંકલેશ્વર શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રમજીવી પરિવારના લોઢણ ફળિયા વિસ્તારમાં 10 થી વધુ મકાનો માં વિચિત્ર સમસ્યા સામનો ચોમાસા દરમિયાન છેલ્લા 5 વર્ષ થી કરી રહ્યા છે. લોઢણ ફળીયા ને અડી ને સરકારી અનાજ ના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત વિભાગ ના માર્ગ અને મકાન વિભાગ ની કચેરી તેમજ બી.આર.સી ભવન આવેલ છે.

જ્યાં વરસાદ ની સીઝન દરમિયાન સંરક્ષણ દીવાલ ને લઇ પાણી ભરાવો થઈ જાય છે. જેમાં આજુબાજુના વિસ્તારમાં પાણી પણ પ્રવેશતા પાણી વિપુલ ભરાવો થઈ જાય છે. કે પાણી જમીન માંથી સંરક્ષણ દિવસ બાજુ માં બીજી તરફ આવેલ લોઢણ ફળીયા ના રહીશો ધરો માંથી બહાર નીકળી રહ્યા છે. જે પાણી ક્યારે ક ઢીચણ સુધી તો ક્યારેક 1 ફૂટ પાણી નો ઘર માં થી નીકળી ભરાવો થઇ રહ્યો છે.

છૂટક મજૂરી કરી આવતા શ્રમજીવી પરિવાર ચોમાસા દરમિયાન ઘર માં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઘર નો સમાન રોજે રોજ ઉપર ચઢાવવો તેમજ રહેવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે. અગાવ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ થાય તેવી કાંસ હતી જેના પર પુરાણ થવાની સાથે સાથે કેટલાક સ્થળે તેના પર બાંધકામ થઇ જતા પાણી નિકાલનો માર્ગ અવરોધાયો છે. જેને લઇ પાણી નિકાલ અટકતા હવે પાણી પોતાનો રસ્તો ભૂગર્ભમાંથી કરી લોકોના ઘરોમાં ઝરણ રૂપે ફૂટી નીકળી રહ્યા છે. જેનો ભોગ હવે સ્થાનિક શ્રમજીવી પરિવારો બની રહ્યા છે.

છેલ્લા 4 થી 5 વર્ષ થી આ સમસ્યા સર્જાઈ રહી છે
છેલ્લા 4 થી 5 વર્ષ થી આ સમસ્યા સર્જાઈ રહી છે. ચોમાસા દરમિયાન ઘર માં રહેવું પણ મુશ્કેલ છે. ઘરમાં જમીનમાંથી લાદીઓ પથ્થરમાંથી પાણી નીકળી રહ્યા છે. રોજ સમાન ઉપર ચઢવી કામે જવું પડે છે અને વરસાદ પડતાજ ઘર ની ચિતા સતાવે છે.- મીનાબેન વસાવા, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...