તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર પાલિકાની પહેલ:ગામ તળાવના ફિલ્ટર પ્લાન્ટ ઉપર સોલાર પાર્ક બનાવાશે

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 180 કી.વોલ્ટના સોલાર પાર્કમાં દૈનિક 720 યુનિટ વીજળી ઉત્પન્ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વખત કોઈ પાલિકા દ્વારા સોલાર પાર્ક ઉભો કરવાની પહેલ કરી હોય તેમાં હવે અંકલેશ્વર નગરપાલિકા સામેલ થઈ છે. રાજ્યમાં જૂજ નગરપાલિકામાં અમલ આવેલ યોજનામાં સરકારની ગાઈડ લાઇન મુજબ સુએઝ કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પાર્ક ઊભું કરવાની ગાઈડ લાઈન અંકલેશ્વર પાલિકા આવતા સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરતા અંતે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી હતી.

રાજ્ય સરકારના જ જીયુડીસી વિભાગ અંતર્ગત તેમના દ્વારા અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. જે માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ પાસે તળાવની બાજુમાં હાલ 3 રોપમાં કામગીરી ચાલી રહી છે. જેમાં સોલાર પેનલ લાગી રહી છે જે અંદાજે 180 કિલો વોલ્ટ વીજળી પ્રતિ દિવસ એટલે કે રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. જે પાલિકા ને મહિનામાં અંદાજિત 4 લાખ રૂપિયા ઉપરાંતના વીજ બિલ બચત સાથે વાર્ષિક 40 થી 50 લાખ રૂપિયા ઉપરાંત ની બચત કરશે.

પાલિકા સ્વભંડોળમાં વર્ષે 40 થી 50 લાખની બચત થશે
પાલિકાસ્તર પર આ સૌ પ્રથમ સોલાર પાર્ક પ્રોજેક્ટ છે. અગાઉ પાલિકા કચેરીએ સોલાર પેનલથી સજ્જ કરાઇ છે. આ પ્રોજેક્ટથી પાલિકાને મહિને અંદાજે 4 લાખના વીજ બિલની બચત સાથે પાલિકા સ્વભંડોળમાં વર્ષે 40થી50 લાખ રૂપિયાની બચત થશે. પાલિકાની આર્થિક સ્થિતિ મજબુત થશે. > વિનય વસાવા, પાલિકા પ્રમુખ

રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે
પાલિકા ના ગામ તળાવ પર આકાર લઇ રહેલ સોલાર પાર્ક માં 180 કિલો વોલ્ટ વીજળી ઉત્પન્ન કરશે એટલે રોજના 720 યુનિટ વીજળી ઉત્પન્ન કરશે જે મહિને 21.600 યુનિટ કરશે. કોમર્શિયલ વીજ ઉત્પાદનના દર રૂપે રૂપિયામાં ગુણાંક કરીયે તો 7 રૂપિયા પર યુનિટ લેખે રોજના 5040 રૂપિયાનું વીજ ઉત્પાદન ગણી શકાય છે. સરકારની યોજનાનો લાભ લઇ અંકલેશ્વર પાલિકા એ પ્રથમ પહેલ કરી છે.> સંદીપ પટેલ, કારોબારી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...