અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં સાપ ઘુસ્યો:નવા બનેલા બી-ડિવિઝનમાં સર્પ ઘુસતા ભાગદોડ; જીવદયા પ્રેમીએ પકડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નવા બનેલા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમા સર્પ ઘુસતા પોલીસ કર્મી અને બીટીઈટી અને જીઆરડીના જવાનોમાં ભાગદોડ જોવા મળી હતી. જીવદયા પ્રેમીએ સર્પને પકડી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો.

પોલીસ મથકમાં સાપ ઘૂસી આવતા દોડધામ
હાલમાં જ જંબુસર ખાતે યોજાયેલી પી.એમ મોદીની જાહેર સભામાં સાપ આવી ગયો હતો. જોકે આ સમય અહીંયા તૈનાત પોલીસ જવાને પોતાના જીવની ચિંતા કર્યા વગર તે સર્પને પકડીને સલામત સ્થળે છોડી મુક્યો હતો. અંકલેશ્વર પ્રતિન ચોકડી પર આવેલા બી-ડિવિઝન પોલીસ મથકમાં અચાનક સર્પ પ્રવેશ્યો હતો. આ સમયે ત્યાં બેઠેલા જીઆરડી અને બીટીઈટીના જવાનોના પગ પર સાપ સરકતા ભયના માર્યા તેઓ ત્યાંથી ભાગ્યા હતા. જોકે આ અંગેની જાણ જીવદયા પ્રેમી સંજય પટેલને કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. રેસ્ક્યુ કરીને સર્પને ઝડપી પાડ્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે, ઝડપાયેલો સર્પ બિન ઝેરી ચેક્ડ કીલ બેક હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...