તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ચૂંટણીને અનુલક્ષીને ઉર્ષની સાદગી પૂર્ણ ઉજવણી

અંકલેશ્વર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરના હલિમશા દાતાર ભંડારીનો ઉર્ષ છેલ્લા 2 વર્ષથી સાદાઈથી ઉજવાય છે

અંકલેશ્વરની શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીના 437માં સંદલ અને ઉર્સની સાદગીપૂર્ણ ઉજવણી કરાય હતી. કોવિડ-19 અને સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષ થી કોરોના મહામારીને લઇ ઉજવણી સાદગીથી કરવામાં આવી રહી છે. કોવિડ-19 ની મહામારીને લઈને તારીખ 13 ફેબ્રુઆરીએ અંકલેશ્વરના શહેનશાહ હઝરત અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.) ના 437માં સંદલ શરીફની સાદગીપૂર્વક દુરુદો સલામ સાથે સૈયદ સાદાતો તથા અકીદતમંદો દ્વારા આપના પવિત્ર મઝાર શરીફ પર સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સજ્જાદાનશીન હઝરત મનશુર અલી ઇનામદાર, હઝરત ર્ડા ફરહાદ ઇનામદાર, હઝરત છોટુ બાવા, હઝરત મોઇન બાવા સાહેબ, હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબ, રફીયુદ્દીન પીરઝાદા સાહેબ, સૈયદ ઝૈનુલ આબેદીન બાવા ઉર્ફે (મુન્નાબાવા), સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ મુનવ્વર બાવા, રફીક કાદરી બાવા, સૈયદ હસન વઝીફાદાર, સૈયદ અતિક બાવા, સૈયદ આમીરબાવા, સૈયદ આરીફ બાવા,સૈયદ આબીદ બાવા, સૈયદ અર્શદ બાવા, સૈયદ સૈયદ શફી બાવા, સૈયદ સાજીદ પ્યારે બાવા, સૈયદ જલાલુદ્દીન કુરેશી, સૈયદ અનીશ કુરેશી, મૌલાના ગુલરેઝ અશરફી, મુજાવર સાદિકભાઈ તથા અકીદતમંદો એ સાદગી પૂર્વક સંદલ શરીફ પેશ કર્યું હતું.

આ પ્રસંગે સૈયદ સાદાતો દ્વારા દેશની ઉન્નતિ, પ્રગતિ અને ભાઈચારા ની દુઆ કરવામાં આવી હતી અને વહેલા માં વહેલી તકે દેશ અને દુનિયા માંથી કોરોના મહામારી માંથી છુટકારો મળે અને લોકો સ્વસ્થ અને તંદુરસ્તી ની જિંદગી ગુજારે એવી દુઆઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો