અંકલેશ્વર શહેર ના ગોયા બજાર ખાતે આવેલ સંજય અરવિંદભાઈ ગાંધીનાં ગોડાઉનમાં અખાદ્ય ગોળનો જથ્થો હોવાની બાતમી શહેર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા ગોડાઉન માંથી શંકાસ્પદ ગોળ ની 540 નંગ બેગ. 600 નંગ બેગ રવા તેમજ શંકાસ્પદ પાવડર ભરેલી 75 નંગ બેગ મળી કુલ રૂપિયા 3 લાખ ઉપરાંતનો જથ્થો તેમજ આઇસર ટેમ્પા માં ભરેલ શંકાસ્પદ પાવડરની 330 નંગ બેગ કિંમત રૂપિયા 2.30 લાખ મળીને આ તમામ મુદ્દામાલ ની કુલ કિંમત રૂપિયા 5.34 લાખનો મુદ્દામાલ મળી આવતા તેને જપ્ત કર્યો હતો.
તેમજ શહેર પોલીસે ગોળ અંગે ગોડાઉનના વેપારી સંજય ગાંધી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગોળનો જથ્થો જપ્ત કરીને તેનું વૈજ્ઞાનિક પૃથક્કરણ અર્થે એફએસએલની મદદ લીધી હતી. તેમજ પોલીસે અખાદ્ય ગોળનો જથ્થો ક્યાંથી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ આરંભી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ને પણ જાણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.