તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હાંસોટમાં કોંગ્રેસના ઉમેદવારના ઘરેથી દેશીદારૂનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાયણ ગામના પતિ પત્ની બંને તાલુકા પંચાયતની અલગ અલગ બેઠકના ઉમેદવાર

હાંસોટ કોંગ્રેસ ઉમેદવારના ધરે થી દેશીદારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પતિ પત્ની બને કોંગ્રેસના અલગ અલગ બેઠક ના ઉમેદવાર છે. પોલીસ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો હતો. કંટીયાજાળ બેઠક પર પતિ વિજય વસાવા અને કાંટા સાયણ બેઠક પર પત્ની હિરલ વસાવા ઉમેદવાર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર હિરલ બેન વસાવાના પતિ અને પોતે કંટીયાજાળ બેઠક 7 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર વિજય બચુભાઈ વસાવાના ઘરેથી દેશી દારૂ પકડાયો હતો. હાંસોટ પોલીસ ગત રાત્રીના હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમને મળેલ બાતમીના આધારે તાલુકાના રાયમા ગામે રહેતા વિજયભાઈ બચુભાઈ વસાવાના ઘરે રેડ પાડતાં પ્લાસ્ટિક ની થેલીમાં રાખેલ 8 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે 160 રૂપિયાના દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિજય વસાવાએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત ચુંટણીમાં કંટીયાજાલ બેઠક 7 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે તેમના પત્ની હિરલ બેન વસાવાએ કાંટાસાયણ બેઠક 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો