પોલીસ માટે પડકાર:અંકલેશ્વરમાં વેપારીના 34 હજારની રોકડ રકમ ભરેલા પર્સની ઉઠાંતરી

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી ફુટેજમાં ટાબરીયો પાકીટ લઇને જતા દેખાયો - Divya Bhaskar
સીસીટીવી ફુટેજમાં ટાબરીયો પાકીટ લઇને જતા દેખાયો
  • શહેરમાં હવે બાળ ગુનેગારોની ગેંગ સક્રિય બનતા પોલીસ માટે પડકાર

અંકલેશ્વરમાં ધોળા દિવસે બેંકમાં લુંટ, વેપારીની કારનો કાચ તોડી 3.50 લાખ રૂપિયાની ઉઠાંતરી બાદ હવે બાળ ગુનેગારોની કરતુત સામે આવી છે. બ્રિજનગર વિસ્તારમાં બે ટાબરિયા વેપારીનું 34 હજાર રૂપિયાની રોકડ રકમ ભરેલું પર્સ ઉઠાવી ફરાર થઇ ગયાં હતાં.અંકલેશ્વર શહેરમાં ગુનેગારો પોલીસને પડકાર ફેકી રહયાં છે. યુનિયન બેંકમાં ધોળા દિવસે લુંટની ઘટના બાદ હવે બાળ ગુનેગારોની ટોળકી સક્રિય બની છે.બ્રિજ નગર પાસે આવેલ મહાવીર શોપીંગ સેન્ટરમાં રાધે પ્લાસ્ટિક નામની દુકાન આવેલી છે.

દુકાનના માલિક મયંકભાઇએ આવી દુકાન ખોલી હતી અને તેમની સાથે લાવેલું પર્સ ટેબલ નીચે મુકયું હતું. આ સમયે બે ટાબરીયાઓ તેમની દુકાને આવ્યાં હતાં. એક ટાબરીયાએ તેમની પાસે પ્લાસ્ટિકની થેલી માગતાં મયંકભાઇ દુકાનની અંદર થેલી લેવા માટે ગયાં હતાં.

આ સમયે દુકાનની અંદર ઉભેલા ટાબરીયાએ ઇશારો કરતાં તેનો સાગરિત નીચે આવ્યો હતો અને દુકાનમાંથી બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો. દુકાને આવેલાં ટાબરીયાના ગયા પછી મયંકભાઇએ પર્સની શોધખોળ કરતાં પર્સ મળી આવ્યું ન હતું પર્સમાં 34 હજાર રૂપિયાની રોકડ રકમ હતી. ઉઠાંતરીની આ ઘટના શોપીંગમાં લાગેલાંસીસીટીવીમાં કેદ થઇ હોવાથી પોલીસે તેના ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...