રજૂઆત:વિપક્ષ દ્વારા વિવિધ કમિટીના ચેરમેન ખર્ચ કરવાની સત્તા આપવા દરખાસ્ત રજૂ કરાઇ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી બોર્ડમાં બંને ઠરાવ લેવા લેખિત ઠરાવ મુકવામાં આવ્યો

અંકલેશ્વર પાલિકા વિપક્ષ દ્વારા વિવિધ કમિટીના ચેરમેન ખર્ચ કરવાની સત્તા આપવા દરખાસ્ત રજૂ કરી હતી. સૂકાવલી કચરા બાબતે પણ કથિત કૌભાંડ બાબતે યોગ્ય તપાસ કરવા માંગ સાથેનો ઠરાવ પાલિકા મુક્યો હતો. આગામી બોર્ડમાં બને ઠરાવ લેવા લેખિત ઠરાવ મુક્યો છે. અંકલેશ્વર નગરપાલિકા ની આગામી બોર્ડ અંગે હાલ ઠરાવ કામગીરી કરવામાં આવી રહી છે.જે વચ્ચે અંકલેશ્વર નગરપાલિકા ના વિપક્ષ ના સભ્ય જહાંગીર ખાન પઠાણ તેમજ રફીક ઝઘડિયા વાલા દ્વારા પાલિકા ખાતે આગામી બોર્ડ માં મ્યુનિસિપલ એક્ટ 1963 ની કલમ 51 મુજબ બોર્ડ ના એજન્ડા ઉપર કામ લેવા માટે 2 ઠરાવ આપ્યા હતા.

પાલિકા ની સુકાવલી સાઈડ વેસ્ટ તથા અન્ય વેસ્ટ ના કથિત કૌભાંડ ની જાહેર માં ચર્ચા થતી હોય સદર બાબતે યોગ તપાસ કરવાનો નિર્ણય કરવા બાબત ઠરાવ આપ્યો હતો. પાલિકાના વહીવટ ની સરળતા માટે ઘી ગુજરાત મ્યુનિસિપલ એક્ટની કલમ 271 મુજબ ના નિયમો બનાવી દરેક સમિતિ ઓન ચેરમેનઓને સ્વતંત્ર ખર્ચ બાબત સત્તા આપવા નિયમો બનાવવા બાબત તેમજ દરેક સમિતિ ને લગતા કામો ના ટેન્ડર બહાર પાડવા તથા મંજુર કરવાની સત્તા કાયદા ની રુહે આપવા બાબતનો ઠરાવ રજૂ કરી આગામી બોર્ડ માં આ ઠરાવ વંચાણે લઇ જરૂરી ચર્ચા કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...