મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત:અંકલેશ્વર ખાતે ‘ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર12 દિવસ પહેલા
  • મહાનુભાવોના હસ્તે વિજ વિભાગના લાભાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા
  • ઉર્જાક્ષેત્રે થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગેની ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી

અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ઉજ્જવલ ભારત- ઉજ્જવલ ભવિષ્યની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વીજ કંપનીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

ઉર્જાની વિવિધ સિદ્ધિનીઓ પ્રદર્શિત કરાઈ હતી
ભારત સરકાર તેમજ કેન્દ્ર સરકારના વિદ્યુત મંત્રાલય તેમજ રાજ્ય સરકારના ઉર્જા વિભાગના સંયુક્ત ઉપક્રમે વિધુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર આયોજીત “ઉજ્જવલ ભારત ઉજજવલ ભવિષ્ય” કાર્યક્રમ અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ઉર્જાક્ષેત્રે થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગેની ટૂંકી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

કચ્છનો સોલાર પ્લાન્ટ વિશ્વમાં વિરલ સિદ્ધિ હાંસલ કરશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત 24 કલાક વિજળી મેળવતું સરપ્લસ રાજ્ય બન્યું છે. જેના થકી ગુજરાતે વિવિધ આયામો સર કરીને નંબર એક ઉપાધિ હાંસલ કરી છે. આગામી સમયમાં કચ્છમાં આકાર લઈ રહેલાં વિશ્વનાં સૌથી મોટા સોલાર પ્લાન્ટ આવનારા સમયમાં દેશ ઊર્જા ક્ષેત્રે વિરલ સિદ્ધી હાંસલ કરશે . આ ઉપરાંત દરિયાનાં મોજા આધારિત પણ વીજળી ઉત્પન્ન કરવાનો પાઈલોટ પ્રોજક્ટ દક્ષિણ ગુજરાતનાં જિલ્લામાં આગામી સમયમાં કાર્યરત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના ગુજરાતના મુખ્યપ્રધાન પદના કાર્યકાળમાં માંત્ર એક જ વર્ષમાં રાજ્યને 24 કલાક વીજળી પૂરી પાડીને પોતાના દ્રઢ ઈચ્છાશક્તિ પરિચય સમગ્ર દેશને આપ્યો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા 30% તથા રાજ્ય સરકાર દ્વારા 30% આપવામાં આવતી વિજસહાય લોકો સમક્ષ રજુ કરી. આ કાર્યક્રમમાં વીજ કંપનીની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, ડીજીવિસીએલના અધિક્ષક ઇજનેર જે એન પટેલ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કેન્દ્ર સરકારના જિલ્લા નોડલ અધિકારી સ્મૃતિ શ્રીવાત્સવ, મામલતદાર કરણસિંહ રાજપૂત સહીત નગરપાલિકાના સભ્યો તથા અંકલેશ્વર વિભાગના વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...