અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે શ્રવણ એક ઉત્સવ અનેક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં સેવા આપનાર આપનાર શિક્ષકો તેમજ સ્ટાફ પરિવારનું પણ મહનુભવોના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.
બાળકના અભિનયે સૌ હજાર લોકોના મન મોહી લીધા
શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર દ્વારા 5 જાન્યુઆરી 2023 ના રોજ શ્રવણોત્સવ "માં શારદા ભવન ટાઉનહોલ" ખાતે 'શ્રવણ એક ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 3 થી 7 ના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં બાળકોએ સૌ હાજર લોકોના મનને અભિનય દ્વારા મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં શાળાના અનુભવી શિક્ષકો તેમજ સેવક ભાઈની 15 વર્ષની સેવાને બિરદાવી તેમનું સારસ્વત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. નિનાદ ઝાલા (જનરલ મેનેજર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી) શાળાના પ્રમુખ કિશોર સુરતી, ઉપપ્રમુખ મહેશ મોદી, મંત્રી કિરણ મોદી, આચાર્ય દિપીકા મોદી ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.નિનાદ ઝાલા સૌને શ્રવણે જે રીતે માતા પિતાને કાવડમાં લઈ બેલેન્સ કર્યા હતા. એ જ રીતે જિંદગીના ક્ષેત્રોમાં પણ બેલેન્સ જાણવા માટે સૂચન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.