તસ્કરોનો તરખાટ:પાનોલી ગામેથી ગુજરાત બોર્ડ પાણી પુરવઠાના 30 નંગ પાઈપોની તસ્કરો ઉઠાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉમરપાડાથી પાનોલી જવાના માર્ગ ઉપર રોડની બાજુમાં મુકેલા ગુજરાત બોર્ડ પાણી પુરવઠાના 30 નંગ 200 એમએમની 6 મિટર લંબાઈ ધરાવતી રૂ. 3.85 લાખના પાઈપોની ચોરી થઈ હતી. જેની સાઇટ ઇન્ચાર્જે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોડની સાઇડ પર મુકેલા પાઈપો તસ્કરો ઉઠાવી ગયા હતાં
ઉમરપાડાથી પાનોલી જવાના માર્ગ ઉપર ગુજરાત બોર્ડ પાણી પુરવઠાના પાઈપ લાઇન નાખવાની કામગીરી ચાલતી હોય જીંદાલ સો લિમિટેડ કંપની દ્વારા તેમને 730 પાઈપો આપ્યા હતા. જેમાંથી ઉમરપાડાથી પાનોલી ગામ સુધી 703 પોઇપો નાખવામાં આવી હતી. જોકે 6 જાન્યુઆરીના રાત્રીના કામ પૂર્ણ કરીને કામદારો પોતાન રૂમ પર પહોંચ્યા હતાં. જોકે આ રાત્રીના કોઈ અજાણ્યા ઈસમો બહાર રોડની સાઇડ પર મુકેલા 30 નંગ 200 એમએમ અને 6 મિટર લંબાઈના પાઈપો કિંમત રૂ.3,85,000 નો મુદ્દામાલ ચોરી ગયા હતાં. આ મામલે સાઇટ ઈન્ચાર્જ કિશન બટુકભાઈ ઉસેડિયાએ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...