અંક્લેશ્વરના એક યુવાને સોશિયલ મિડિયા પર ડો. બાબાસાહેબ અંબેડકરનું અપમાન થાય તેવા લખાણની પોસ્ટ મુકી હતી. જેમાં કેટલાંક લોકોએ પોસ્ટને જોઇને લાઇક કરવા સહિતના કોમેન્ટ શરૂ કર્યાં હતાં. દરમિયાનમાં મામલામાં અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની કવાયત હાથ ધરી છે.
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ગઇકાલે જન્મ જયંતી હોઇ સમાજના દરેક તબક્કાના લોકો તેમની પ્રતિમાને ફુલહાર કરી રહ્યાં હતાં. ત્યાં અંક્લેશ્વરમાં રહેતાં ચિંતન પંડ્યા નામના એક શખ્સે તેના સોશિયલ મિડિયાના એકાઉન્ટ પર ડો. બાબાસાહેબ આંબેડકની છબી બગડે તે પ્રકારનું લખાણ લખ્યું હતું.યુવાનની પોસ્ટને લઇને એક તબક્કે સોશિયલ મિડીયા યુદ્ધ શરૂ થઇ ગયું હતું.
ઘટનાને પગલે અંક્લેશ્વરના ઉછાલી ગામના રમેશ પરમાર દ્વારા અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકે સોશિયલ મિડિયા પર પોસ્ટ કરનાર ચિંતન પંડ્યા વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચિંતન પંડ્યાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. નોંધનિય છે કે, સોશિયલ મિડિયા પોસ્ટનો વિવાદ વકરતાં ચિંતન પંડ્યાએ સોશિયલ મિડિયા પર કોઇની લાગણી દુભાવવાનો ઇરાદો ન હોવાનું જણાવી માફી માંગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.