ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ:અંકલેશ્વરની નટ-બોલ્ટ બનાવાતી કંપની છેલ્લા 20 વર્ષથી ફીરકાઓનું ઉત્પાદન કરી સિઝન ઉદ્યોગમાં કાઠું કાઢ્યું

અંકલેશ્વર22 દિવસ પહેલા

અંકલેશ્વરની નટ-બોલ્ટ બનાવાતી કંપની છેલ્લા 20 વર્ષથી ફીરકાનું ઉત્પાદન કરી રાજ્યભરમાં સપ્લાઈ કરી રહ્યા છે. એન્જિનિયરિંગ કંપનીનો સીઝનલ બિઝનેસ 80 દિવસમાં લાખથી વધુ ફિરકા બનાવી જથ્થાબંધ માર્કેટમાં વેચાણ કરાઈ રહ્યું છે. કેમિકલ ઉદ્યોગ માટે જગ વિખ્યાત અંકલેશ્વરમાં હવે સિઝન ઉદ્યોગો પણ કાઠું કાઢી રહ્યા છે.

દશેરાના દિવસે મુહૂર્ત કરીને ફિરકા બનાવાનું શરૂ કરે છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં નાના મોટા અનેક ઉદ્યોગ ધમધમી રહ્યા છે. ઉદ્યોગોમાં મકરસંક્રાંતિના તહેવારમાં પતંગ ઉડાડવા માટેના ફિરકા બનાવવાની ફેક્ટરી પણ અંકલેશ્વરમાં કાર્યરત છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અત્યારે બજારમાં આકાશી પર્વની તૈયારી શરૂ થઈ ગઈ છે. દુકાનોમાં પતંગોનું વેચાણ કે પછી ફેક્ટરીઓમાં ફિરકાઓ બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની મેઘાણી ચોકડી નજીક જે.પી ઇન્ડસ્ટ્રીઝ પાસે મોહન એન્જિનિયરિંગ ફેક્ટરી ખાતે સ્ટીલના ફિરકા બનાવવામાં આવી રહ્યા છે. સંદીપ છત્રી વાલા લાખોની માત્રામાં સ્ટીલના ફિરકાનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તેઓ દશેરાના દિવસે તેનું મુહૂર્ત કરે છે અને કામની શરૂઆત કરે છે.

અહીંયા બનેલા ફિરકાઓ સમગ્ર ગુજરાતમાં નિકાસ થાય છે
તેઓની ફેક્ટરીમાં માત્ર 8થી 9 માણસનો સ્ટાફ છે જેમાંથી ત્રણ મહિલાઓ કામ કરે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ ફિરકા બનાવવાનું કામ કરે છે. આ સ્ટીલના ફિરકાઓ અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, સુરત, ખંભાત સહિત દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં નિકાસ થાય છે. ત્યારે સીઝનલ ધંધામાં જ્યાં ભરૂચ જિલ્લાના જંબુસરના પતંગ પ્રખ્યાત બન્યા છે. ત્યાં હવે અંકલેશ્વરમાં નિર્માણ પાંમતા ફીરકા પણ હોલસેલ માર્કેટમાં ગુજરાત ભરમાં પગદંડો જમાવી માગ વધવાની સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...