સુનાવણી:વેસ્ટના નિકાલ માટે 120 કરોડના ખર્ચે જીતાલીમાં નવી સાઇટ બનશે

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઇલ કંપનીના પ્રોજેક્ટ અંગે પર્યાવરણીય સુનાવણી યોજાઇ

અંકલેશ્વર, પાનોલી તેમજ ઝઘડિયા જીઆઇડીસીના સ્થાનિક ઉદ્યોગોમાંથી નીકળતો ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ભરૂચ એનવાયરો ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, જીતાલી, અંકલેશ્વરના ઉપક્રમે આજરોજ આગામી સુચિત લેન્ડ ફિલ્ડ પ્રોજેક્ટની પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.બેઈલ કંપનીની જીતાલી ખાતેની અલાયદી નવી સૂચિત લેન્ડ ફિલ્ડ સાઈટ માટે પર્યાવરણીય લોક સુનાવણી ભરૂચ જિલ્લાના અધિક કલેકટર જે. ડી. પટેલ તેમજ મેમ્બર સેક્રેટરી, જીપીસીબીના પ્રતિનિધિ તરીકે અંકલેશ્વરના રીજ્યોનલ ઓફિસર વિજયભાઈ રાખોલિયાની નિગરાની હેઠળ રાખવામાં આવી હતી.

આ લોક સુનાવણી દરમ્યાન વિવિધ ગામના પ્રતિનિધિઓ દ્વારા પ્રોજેક્ટ સંદર્ભે ઉભી થનાર આશંકાઓ સંબંધિત વાંધા-અરજી, તર્કો તેમજ દલીલો રજુ કરવામાં આવી હતી. જે સામે બેઈલ કંપનીના સતાધીશોએ તાર્કિક કારણો, ટેકનિકલ ડેટા તેમજ સી.એસ.આર. પ્રવૃત્તિઓ વિગેરે ના આંકડા સહિતની સચોટ માહિતી ઉપસ્થિતો આપી હતી. તેમજ પર્યાવરણીય માપદંડોનો હવાલો આપીને જણાવ્યુ હતુ કે પ્રોજેક્ટને પગલે સ્થાનિક રોજગાર વાંછુકોને ઘર આંગણે રોજગારી મળશે. તેમજ તબ્બકાવાર ૨૦ મેગા વોટ જેટલી વીજ ઉત્પાદન પણ શક્ય બનશે. તેમજ ૪૦ ટકા ગ્રીન બેલ્ટનુ નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...