અકસ્માત:અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોટર સાઇકલ ટેમ્પોમાં અથડાઇ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોટર સાઇકલ ટેમ્પોમાં અથડાઇ

અંકલેશ્વર -ટી બ્રિજ પર બાઈક ઉભેલા ટેમ્પા માં ઘુસી જતા 3 ઈસમને ગંભીર ઇજા પહોંચી હતી. ભરૂચ હોટલ માંથી જમવાનું લઇ પરત સારંગપુર પદ્માવતી નગર ખાતે જઈ રહ્યા હતા હતા. ત્રણ ઈસમો ને સારવાર અર્થે 108ની મદદ થી ખાનગી નજીક ની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ ના રોશની પાર્ક પદ્માવતી નગર ખાતે રાહત લક્ષ્મણ રાધેશ્યામ યાદવ તેના ગૌરવ મિશ્રા સાથે અન્ય એક મિત્ર શંકર ગામીત સાથે ભરૂચ એ.બી.સી ચોકડી પર આવેલ ગ્રીનરી હોટલ ખાતે ગયા હતા. જ્યાં થી જમવા ની લઇ પરત અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન ગડખોલ ટી બ્રિજ પર મહાવીર ટર્નીંગ તરફ ના ઉતારવાના એપ્રોચ રોડ પર આગળ એક ટેમ્પો બંધ હાલતમાં હતો જે નજીક અચાનક ગૌરવ મિશ્રા એ સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ગાડી ટેમ્પા માં ઘુસી ગઈ હતી અને ત્રણે ઈસમો રોડ પર પટકાયા હતા.

તેને સ્થાનિક તેમજ અન્ય રાહદારીઓ દોડી આવ્યા હતા ને 108 ની મદદ થી નજીક ની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરવાડી ફાટક પર બનાવવમાં આવેલો બ્રિજ તેની ડિઝાઇનના કારણે ચર્ચામાં રહે છે.

આ બ્રિજ ટી શેપમાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે. થોડા સમય પહેલાં પુરઝડપે આવતી કારના ચાલકે બાઇકને ટકકર મારતાં બે આશાસ્પદ યુવાનો બ્રિજ પરથી નીચે પટકાતાં તેમના મોત થયાં હતાં. આ પહેલાં આ બ્રિજ પર બે મોટરસાયકલ ધડાકાભેર અથડાય હતી. નર્મદા મૈયા બ્રિજ બની ગયાં બાદ વાહનોની સંખ્યામાં વધારો થયો છે.

આ બ્રિજ પરથી વાહનો બેફામ રીતે પસાર થતાં હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં છે. અકસ્માતના બનાવો રોકવા માટે પગલાં ભરવાની માગ સાથે અનેક વખત આંદોલનો થઇ ચુકયાં હોવા છતાં તંત્ર તરફથી નકકર પગલાં ભરવામાં આવતા નહિ હોવાના કારણે વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...