જળસૃષ્ટિને નુકસાન:અંકલેશ્વરની અમરાવતી નદીમાં અસંખ્ય જળચરો મોતને ભેટ્યાં

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરાવતી નદીમાં કેમિકલ વાળુ પાણી ફરી વળ્યું છે. - Divya Bhaskar
અમરાવતી નદીમાં કેમિકલ વાળુ પાણી ફરી વળ્યું છે.
  • દૂષિત પાણીથી છેલ્લા 8 વર્ષથી જળસૃષ્ટિને નુકસાન થઇ રહ્યું છે

અંકલેશ્વરમાં ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પ્રદુષણની સમસ્યા પણ વિકટ બની રહી છે ત્યારે અમરાવતી નદીમાં કેમિકલયુકત પાણીના કારણે જળચરોના મોતની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જીપીસીબીની ટીમે પાણીના નમુના લઇ તપાસ આદરી છેે.ચોમાસાની શરૂઆત થતાંની સાથે અંકલેશ્વર તથા આસપાસ આવેલી નદીઓ, કાંસો તથા ખાડીઓમાં કેમિકલયુકત પાણીની હાજરી જોવા મળતી હોય છે. કેટલાક બે જવાબદાર ઉદ્યોગો વરસાદી પાણીની આડમાં તેમનું કેમિકલવાળુ પાણી વહાવી દેતાં હોય છે.

ઉદ્યોગોની આવી પ્રવૃતિ જળચરો માટે હાનિકારક સાબિત થાય છે. અંકલેશ્વર પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં જળચરોના મોત થયાં હોવાની બાબત સ્થાનિક લોકોના ધ્યાને આવી હતી. નદીમાં મૃત હાલતમાં રહેલી માછલીઓને બાળકો બહાર કાઢી રહયાં હતાં. છેલ્લા 8 વર્ષ ઉપરાંતથી અમરાવતી નદીમાં દુષિત પાણીના કારણે માછલાઓના મોત થઇ રહયાં છે. બનાવની જાણ થતાં જીપીસીબીએ સ્થળ પર પહોંચી પાણીના નમુના લઇ તેને તપાસ માટે મોકલી આપ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...