શંકાસ્પદ શ્રમિકની અટકાયત:અંકલેશ્વરમાં એક શ્રમિક પાસેથી લેપટોપ મળ્યુ; પોલીસે ચોરીની આશંકાએ લેપટોપ જપ્ત કર્યું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર બસ ડેપો પાસે એક શ્રમિક પાસે લેપટોપ જોવા મળ્યું હતુ. પોલીસે તેની પાસે લેપટોપ અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તે આપી નહિ શકતાં તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ લેપટોપ ચોરીનું હોવાની આશંકાએ શ્રમિકની અટક કરી લેપટોપ જપ્ત કર્યું હતું.

પોલીસે માહિતીના આધારે શ્રમિકને પકડી પાડ્યો
અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ સ્કોર્ડના હે.કો. કનકસિંહ હમીર તેમજ તેમના સાથી સભ્ય ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, શહેર બસ ડેપો પાસે એક શ્રમિક શંકાસ્પદ રીતે લેપટોપ લઈ ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે બસ ડેપો પાસે સર્ચ કરતા મૂળ મધ્યપ્રદેશના 30 વર્ષીય રજૂમાર રિદુ યાદવને શંકાના આધારે રોકી તેની તલાશી લેતા તેની પાસેથી ડેલ કંપનીનું લેપટોપ મળી આવ્યું હતું. જે લેપટોપ અંગે તેની પાસે જરૂરી પુરાવા માંગતા તે બિલ કે અન્ય પુરાવા નહિ હોવાનું કહી ગલ્લાંતલ્લાં કરવા લાગતા પોલીસે તેની સી.આર.પી.સી 102 મુજબ અટક કરી સી.આર.પી.સી 41(1) ડી મુજબ રૂ. 15 હજારની કિંમતનું લેપટોપ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...