તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂર્ઘટના:અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો સમાન બળી ગયો હતો. - Divya Bhaskar
અંકલેશ્વર નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો સમાન બળી ગયો હતો.
  • પૂંઠા, પ્લાસ્ટિક અને ડ્રમ સહિતનો સમાન ખાખ, આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે ભંગારના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઇ છે અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 પાસે તાપી હોટલની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં શુક્રવારની સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે ગોડાઉનમાં તેમજ આજુબાજુ રહેલા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ અંકલેશ્વર ડીપીએમસીને કરવામાં આવતા તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.જેમની મદદે પનોલી તેમજ નગર પાલિકા ફાયર ફાઈટરનો કાફલો દોડી આવ્યો હતો. અને 5 થી વધુ ફાયર બંબાની મદદથી ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.ભારે જહેમત બાદઆગ પર અંદાજિત દોઢ કલાક ઉપરાંતની જહેમતે કાબૂ મેળવ્યો હતો. આગમાં પૂંઠા, પ્લાસ્ટિક અને ખાલી ડ્રમ સહિતનો ભંગારનો વિપુલ જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

આગ ક્યાં કારણસર લાગી તે અંગે તપાસ કરતા ગોડાઉનના માલિકે ગોડાઉન ભંગારના વેપારીને ભાડે આપવામાં આવ્યું હતું. ગોડાઉન સંચાલક કે માલિક સ્થળ પર પુછપરછ કરતા તેવો આગ કયાં કારણસર લાગી તે જાણમાં ના હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ શહેર પોલીસ મથકે થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક જાણવા જોગ ફરિયાદ આધારે તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...