પાદુકા પૂજન:અંકલેશ્વરમાં રાધાષ્ટમી પર્વની દબદબાભેર ઉજવણી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ંકલેશ્વરમાં પંચાયટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિરની 200 વર્ષની પરંપરા જળવાઈ

અંકલેશ્વરમાં પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિરની 200 વર્ષથી પરંપરા જાળવી રાખી છે. વૃંદાવનની પરંપરા મુજબ કેસર સ્નાન સહિતની વધુ શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શોભાયાત્રા યોજી કમાલી વાડી ખાતે પાદુકા પૂજન વિધિ યોજાય હતી.

પંચાયતી બજાર ફિર રાધાવલ્લભ મંદિરની પ્રતિવર્ષ રાધા અષ્ટમીની ઉજવણી વૃંદાવનની પરંપરાને અનુસરીને કરવામાં આવે છે. જેમાં ૨૦૦ વર્ષની પરંપરા સંકળાયેલી છે. આ વર્ષે પણ રાધાષ્ટમી પર્વની પૂર્વ સંધ્યાએ સામાજિક અંતર જાળવી શોભાયાત્રા કમાલી બાવાના મંદિરે ગઈ હતી. ત્યાં પરંપરાગત રીતે પાદુકા પૂજનનું આયોજન કરાયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ અને એ મને પ્રેમિકા રાધા કદી એકબીજાથી મનથી અલગ થયા નથી ભગવાન શ્રીકૃષ્ણ સદાય રાધાના અનુરાગી રહ્યા છે. રાધાકૃષ્ણ નિર્મળ પ્રેમ અને સાખ્ય ભાવનો અતુટ સબંધ શ્રદ્ધાળુઓ માટે એક આરાધના બની રહ્યો છે. ત્યારે વૃંદાવનમાં તો રાધાષ્ટમીની ઉજવણીનો રંગ કંઇક અલગ જ હોય છે. વૃંદાવનની રાધાષ્ટમીની ઉજવણીની પરંપરા અંકલેશ્વરમાં પણ પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર દ્વારા 200થી પણ વધુ વર્ષોથી કરવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાયટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમી ઉજવણી નિમિત્તે સાતમના રોજ તેમના પરંપરાગત કમાલી બાવાની મંદિરે જઈને મંદિરના મહંત મનોજ લાલજી ગોસ્વામી તથા ગોસ્વામી પરિવાર દ્વારા પાદુકા પૂજન કરવામાં કરવામાં આવ્યું હતું. સાતમની મોડી સાંજ બાદ મંદિરમાં આખી રાત સામાજિક અંતર જાળવીને ભક્તો દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી. સવારે ભક્તોની હાજરીમાં રાધા જન્મોત્સવની ઉજવણી કરી ભાવિકો દર્શનનો લાભલઈ કૃતાર્થ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...