અંકલેશ્વરમાં સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે દરોડા પાડ્યા હતા. ટીમે દરોડા પાડયાં ત્યારે એક ટ્રકમાંથી દારૂની પેટીઓ ગોડાઉનમાં ઉતારવામાં આવી રહી હતી. ગોડાઉનમાંથી 22.45 લાખ રૂપિયાનો દારૂ કબજે લેવાયો હતો.
આ કેસમાં વધુ તપાસ દરમિયાન સુરતના પીપોદરા ખાતે રહેતા મહેન્દ્ર મેવાડા ઉર્ફે રામસિંહ નરપતસિંહ , સુરજ ઉર્ફે પારસનાથ, કાપોદરાના છગન મેવાડા, રાજસ્થાના વિક્રમ સિંઘ રાવત , કાકા અને ભીલવાડના પનુમસિંધ બુધાસીઘ, ટ્રકના માલિક, વાપીના આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીક ચુનાના ભથ્થામાં ટ્રકમાં દારૂ ભરવાની વ્યવસ્થા કરી આપનાર બે ઈસમો , વાપીથી ગોવા જવા બિલ્ટી કોપી વોટ્સએપ પર મોકનાર ઈસમ, કોસંબા પેટ્રોલ પંપ પર ડીઝલના નાણાં ઓનલાઇન મોકનાર ઈસમ અને ગોવા થી દારૂ નો જથ્થો પૂરો પાડનાર ઈસમ મળી કુલ 13 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
ગોવાથી રાજસ્થાનમાં વાયા ગુજરાત થઇ દારૂનો જથ્થો પૂરો પાડવા તેમજ સુરતમાં દારૂ સપ્લાય કરવા માટે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉન ભાડે રાખી આખી ચેઇન ઉભી કરાઈ હતી. જેને સ્ટેટ વિજિલન્સ ટીમે તોડી નાખી હતી અને અંકલેશ્વરમાં ગોડાઉન ભાડે રાખવા સહીતની મદદ કરનારા સ્થાનિક ઇસમની સ્ટેટ વિજિલન્સે શોધખોળ શરૂ કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.