કાર્યવાહી:ગડખોલ પાટિયા પાસે ગાંજા સાથે એક ગઠિયો ઝડપાયો

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર પોલીસના વાહન ચેકીંગમાં હથ્થે ચઢ્યો
  • સુરતથી​​​​​​​ ગાંજો વેચાણ કરવા લાવ્યો હોવાનો ઘટસ્ફોટ

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે મોપેડ માં ગાંજા ના જથ્થા સાથે એક યુવક ઝડપાયો હતો. શહેર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન 492 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. મોપેડ અને ગાંજો મળી કુલ 19 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. યુસુરત થી ગાંજો વેચાણ કરવા લાવ્યો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. પોલીસે પ્રાથમિક નાર્કોટીસ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ ની ટીમ ગડખોલ પાટિયા પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસે તેની પૂછપરછ કરતા તે અંકલેશ્વરની પટેલ નગર માં રહેતા જયદીપસિંહ રાજેન્દ્રસિંહ યાદવ હોવાનું જણાવ્યું હતું શહેર પોલીસે મોપેડ ની ડીકી ખોલી ચેક કરતા ગાંજો ભરેલ 37 નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે જયદીપસિંહ યાદવ ની ધરપકડ કરી પૂછપરછ કરતા તે સુરત થી લાવી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...