ધરપકડ:ATM ચોર ટોળકીનો એક‎ સાગરિત પોલીસે પકડ્યો‎, અંકલેશ્વર હાઇવે પરથી તસ્કરો આખુ એટીએમ ઉઠાવ્યું હતુ‎

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અંકલેશ્વર ની નવજીવન હોટલ પાસે ગત 15 મી નવેમ્બર ના રોજ હિટાચી એ.ટી.એમ ચોરી પ્રકરણ માં ભરૂચ એલસીબી પોલીસ ને મોટી સફળતા હાથ લાગી છે. ભરૂચ એલસીબી પી. આઈ જે એન.ઝાલા ના માર્ગ દર્શન હેઠળ ટીમ ને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર માં થયેલ એ.ટી.એમ ચોરી નો આરોપી દહેજ રોડ પર આવેલ રાજસ્થાની ધાબા ખાતે રોકાયો છે.

જે આધારે એલસીબી ટીમે રાજસ્થાની ઢાબા ખાતે છટકું ગોઠવી શંકાસ્પદ ઈસમ ને ઝડપી પાડ્યો હતો. અને તેની ઉલટ તપાસ કરતા તેને અંકલેશ્વર ના નવ જીવન હોટલ પાસે થયેલ એ.ટી.એમ ચોરી ની કબૂલાત કરી હતી પોલીસે મૂળ હરિયાણા ના ફિરોજપુર ના બસી ખાતે રહેતા અને હાલ રાજસ્થાની ઢાબા પાસે મિકેનિકલ નું કામ કરતા સલીમ હનીફ શેરખાન મેવાતી ની ધરપકડ કરી હતી. તેમજ ઈર્શાદ તેમજ અન્ય 3 આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા હતા. તેની પાસે થી 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાની ઢાબા પર ચોરીનું કાવતરું ઘડાયું
ભરૂચ દહેજ રોડ પર આવેલ કેસરોલ ગામ પાસે રાજસ્થાની ઢાબા ખાતે દોઢ વર્ષ ઉપરાંત થી મિકેનિકલ નું કામ કરતો સલીમ મેવાતી ને દોઢ મહિના પહેલા ઈર્શાદ તેમજ અન્ય આરોપી મળ્યા હતા જેવો હરીયાણા ગયા બાદ સપ્તાહ પૂર્વે આવ્યા હતા અને એ.ટી.એમ ચોરી નો પ્લાન બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...