ફ્લેગ માર્ચ:હાંસોટ નગરમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સશસ્ત્ર સીમા બોર્ડના જવાનોની ફલેગ માર્ચ યોજાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાંસોટ નગરમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને સશસ્ત્ર સીમા બોર્ડના જવાનોની ફલેગ માર્ચ યોજવામાં યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ વિભાગ સાથે રાજ્યના સશસ્ત્ર બોર્ડના જવાનો દ્વારા ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

હાંસોટના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ
ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં સમગ્ર વિસ્તારમાં રાજ્યમાં વહીવટી તંત્ર ચુંટણીઓની તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે પોલીસ વિભાગ પણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની તૈયારીઓમાં કરી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના સશસ્ત્ર બોર્ડના જવાનો દ્વારા તાલુકાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તથા વિવિધ વિસ્તારોની જેવા કે હાંસોટ બસ સ્ટેશન થઈ રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ ગાંધી ચોકથી નાની બજાર થઈ મહંમદ અલી મેદાન થઈ પરત ફરી જાણકારી મેળવવા હેતુથી હાંસોટના પી.આઇ વાઘેલાની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...