તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોમાં ભયનો માહોલ:મુલદ અને ગોવાલીની વચ્ચે પેપર મીલ નજીક વેસ્ટમાં આગ લાગતા દોડધામ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુલદ અને ગોવાલી વચ્ચે પેપર મીલ નજીક પેપર વેસ્ટમાં લાગેલી આગ બૂઝાવતા ફાયર બ્રિગેડના જવાનો. - Divya Bhaskar
મુલદ અને ગોવાલી વચ્ચે પેપર મીલ નજીક પેપર વેસ્ટમાં લાગેલી આગ બૂઝાવતા ફાયર બ્રિગેડના જવાનો.
  • અંકલેશ્વર પાલિકાના 3 ફાયર ફાઇટરોએે અઢી કલાકની જહેમતે આગ પર પર કાબૂ મેળવ્યો
  • વેસ્ટનો વિપુલ જથ્થો સળગી ઉઠતા આગનું વિકરાળ સ્વરૂપ જોતા ગ્રામજનોમાં ભયનો માહોલ

ઝઘડીયા તાલુકાના મુલદ અને ગોવાલી ગામ વચ્ચે આવેલ પેપર મીલ પાસે પેપર વેસ્ટ માં આગ ભભૂકી ઉઠતા આજુબાજુ ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બંધ થયેલ પેપર મિલ નજીક વેસ્ટ નો વિપુલ જથ્થો સળગી ઉઠ્યો હતો. આગ નું વિકરાળ સ્વરૂપ જોતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને અંકલેશ્વર પાલિકાના 3 ફાયર ફાઇટરોને અઢી કલાક ની જહેમતે આગ પર પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ને અડી ને આવેલ ઝગડીયા ના મુલદ - ગોવાલી ગામ જતા માર્ગ પર આવેલ રામેશ્વર પેપર મિલ જે હાલ બંધ થઈ ગઈ છે. અને કંપની હાલ ખંડેર બની છે. તેની પાસે પડેલ પેપર મિલ ના વેસ્ટ ના વિપુલ જથ્થા માં મંગળવાર ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

જે આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે ધુમાડાના ગોટે ગોટા ઉંચે સુધી પહોંચતા આજુબાજુ ગ્રામજનો જોઈ દોડી આવ્યા હતા અને આ અંગે અંકલેશ્વર પાલિકા ફાયર મથકે જાણ કરતા અંકલેશ્વર નગરપાલિકા ના 3 જેટલા ફાયર ટેન્ડર સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં અઢી કલાક ની જહેમત ઉઠાવી આગ કાબૂમાં આવી હતી.

આગ બુઝાવા માટે પાણી સમસ્યા સર્જાતા આગ પર એક તબક્કે કાબુ મેળવવા મુશ્કેલ બન્યો હતો જ્યાં નજીક ના ખેડૂતો દ્વારા બોરવેલ ચાલુ કરી પાણીનો જથ્થો આપવા અંતે આગ પર કાબુ મેળવાયો હતો. ફાયર ટીમ ના સભ્યો ના જણાવ્યા અનુસાર આગ કચરા ના વિપુલ જથ્થા અને વેસ્ટ ને લઇ વધુ ભભૂકી હતી જેને લઇ આગ પર એક તબક્કે કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. કચરા ના વિપુલ જથ્થા ના ઢગલા ને લઇ આગ વધુ ફેલાઈ હતી અને વિકરાળ બની હતી.

અન્ય સમાચારો પણ છે...