દુર્ઘટના:પાનોલી જીઆઇડીસીને અડીને આવેલા બાકરોલ બ્રિજ પાસે ભંગારમાં આગ ભભૂકી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાનોલી ફાયરના 2 ટેન્કરોએ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો, આગ કયા કારણોસર લાગી તે અકબંધ

પાનોલી જીઆઇડીસીને અડીને આવેલ બાકરોલ બ્રિજ પાસે ભંગાણ આગ ભભૂકી હતી. ભંગારના ગોડાઉન કંટામીને તેટ વેસ્ટ વિપુલ જથ્થો જોવા મળ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અકબંધ જોવા મળ્યું હતું. પાનોલી ફાયર ના 2 ટેન્કરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાનું કવરેજ કરવા આવેલ મીડિયા પ્રતિનિધિ જોડે પણ ભંગારીયાનું ઉદ્ધત વર્તન કર્યું હતું. જીપીસીબી ને પણ કેમિકલ વેસ્ટ તેમજ બેગો અંગે ફરિયાદ કરાઈ હતી.

અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આવેલ ભંગારના ગોડાઉનની ખુલ્લી જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલ વેસ્ટના જથ્થામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આ આગમાં મોટા પ્રમાણમાં ફાઈબર, પ્લાસ્ટિક, લાકડા, રબર સહિતનો વેસ્ટ સહિત કેમિકલ બેગ નો જથ્થો હતો. જેથી જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતી. ઘટના અંગેની જાણ પાનોલી નોટિફાઈડ એરિયા ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા બે ફાયર ટેન્કર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.

સર્જાયેલી આગની ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નહોતી પરંતુ ભંગારીયા ઓ દ્વારા સંગ્રહ કરવામાં આવતા વેસ્ટમાં આગ લાગવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ આગ અકસ્માતે લાગે છે કે પછી આગ લગાડીને વેસ્ટનો નાશ કરવામાં આવે છે તે તપાસનો વિષય બની ગયો છે. ઘટના અંગે જાણ થતા કવરેજ કરવા પહોંચેલા મીડિયા કર્મચારી જોડે પણ ભંગારીયા એ ઉદ્ધત વર્તન કર્યું હતું. ગોડાઉન પાછળ વિપુલ માત્રામાં કેમિકલ યુક્ત બેગોનો જથ્થો અને કેમિકલ વેસ્ટ નજરે પડ્યો હતો.જીપીસીબીએને જાણ કરાતા જીપીસીબી દ્વારા પણ તપાસનો દોર શરૂ કર્યો હતો.

આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી
બાકરોલ બ્રિજ પાસે રહેલ ભંગાર ના ગોડાઉન માં આગ ની જાણ થતા 2 ફાયર ટેન્ડરો વડે સ્થળ પર દોડી આવી આગ પર અર્ધા કલાક ની જહેમત કાબુ મેળવાયો હતો. આગ કયા કારણોસર લાગી તે અકબંધ છે. - સુરેશ બારીયા, ફાયર મેન -પાનોલી

ગેરકાયદે કેમિકલ બેગ ધોવાનું કૃત્ય
અગાવ પણ ભંગારીયા તત્વો કેમિકલ વેસ્ટ નો નિકાલ તેમજ કંટામીનોનેટ બેગ નું ધોવાણ કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ જીપીસીબી અને મામલતદાર કચેરી હરકત માં આવી ભંગાર માર્કેટ માં તપાસ કમિટી રચી તપાસ સ્થાનિક પંચાયત તંત્રને સાથે રાખી કરી હતી જો કે ત્યારબાદ તપાસ બંધ થયા બાદ હવે પુનઃ ભંગારના તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ સહીત બિન અધિકૃત રીતે કેમિકલ બેગની ધોવાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી જળ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...