ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક શેરડીના ખેતરમાં શેરડી કાપવાના મશીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી.
શેરડી કટિંગના સમયે મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી
વણાકપોર ગામના એક ખેડૂત શૈલેન્દ્રસિંહ મકવાણાનું એક ખેતર ગામના ખાડી વગામાં આવેલું છે. આ ખેતરમાં તેમણે શેરડીનું વાવેતર કરેલું છે. હાલમાં શેરડી કાપવાની હોઇ, ધારીખેડા સુગરનું કટિંગ માટે મશીનની એક ટીમ મુકવામાં આવી હતી. આજરોજ સવારે શેરડીનું કટિંગ ચાલતું હતું. તે દરમિયાન મશીનમાં કોઇ આકસ્મિક કારણોસર આગ ભભુકી ઉઠી હતી.ડ્રાઇવરે ફોન કરીને ખેતરમાલિકને જણાવ્યું હતું કે, મશીનમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં ખેતર માલિક શૈલેન્દ્રસિંહ ખેતરે દોડી આવ્યા હતા. આ અંગે ઝઘડિયા ખાતેથી ફાયર ફાઇટરોને બોલાવવામાં આવતા તેમણે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહત અનુભવી હતી. આકસ્મિક કારણોસર આ શેરડી કટિંગના મશીનમાં આગ લાગતા મોટું નુકશાન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.