ઉભો પાક બળી ને ખાખ:જૂનાબોરભાઠા બેટ ગામમાં શેરડીના પાકમાં આગ લાગી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નહિં
  • 20 વીઘા શેરડીના ખેતરનો પાક બળીને ખાખ

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામે ડીજીવીસીએલ ની ભૂલ ને કારણે શેરડી ના ઉભા પાક માં લાગી આગ હતી. દિવાળી ના સમયે ખેડૂતની આંખમાં આંસુ વહીયા હતા. 20 વીઘા શેરડીના ખેતર માં લાગી આગ ઉભો પાક બળી ને ખાખ થઇ ગયો છે. વીજ લાઈન ના કારણે કે અન્ય કારણોસર આગ લાગી કારણ સ્પષ્ટ નહિ.

અંકલેશ્વર ના બોરભાઠા બેટ માં ખેતરમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી ખેડૂતોને તમામ પાક બળી જવાથી ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પાક નષ્ટ હોવાથી ભારે નુકસાન થયું હતું અને આજે અચાનક બોરભાઠા બેટ માં ખેડૂતના ખેતરમાં આગ લાગી જતાં તેને ઊભો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...