દોડધામ:અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે શોપિંગની લિફટમાં આગનું છમકલું

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા માળે ટયૂશન કલાસ ચાલતો હોવાથી દોડધામ મચી : કોઇ જાનહાનિ નહિ

અંકલેશ્વરમાં શનિવારના રોજ બપોરના સુરતના તક્ષશિલા જેવી ઘટના બનતા અટકી હતી.જીહા અંકલેશ્વર જલધારા ચોકડી પાસે આર-10 કોર્નર શોપિંગ સેન્ટર આવેલું છે.જેમાં અનેક દુકાનો,ઓફિસો અને ટયુશન કલાસીસ પણ આવેલા છે.શનિવારના બપોરના સુમારે આ શોપિંગની લિફ્ટમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.આગના કારણે સ્થાનિકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતાં. જોકે આગના કારણે ધૂમાડાંના ગોટા જોવા મળી રહ્યાં હતાં.

બનાવ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર DPMC ફાયર બ્રિગેડના લાશ્કરોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં.ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગમાં કોઈ નહિ નોંધાતા અહિયાના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે,આ શોપિંગમાં ઘણા બધાં ટ્યુશન કલાસીસો પણ આવેલા છે.જ્યારે આ આગ લાગી ત્યારે ત્રીજા માળે ટયુશનમાં બાળકો હાજર હતા.જો આગ વધુ વિકરાળ બની હોત તો આજે અંકલેશ્વરમાં સુરતની તક્ષશિલા જેવો પરિસ્થિતિ સર્જાઈ હોત પણ સદનસીબે આવી કોઇ ઘટના બની ન હતી. આગની ઘટનાના પગલે સ્થાનિકોમાં દોડધામ મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...