સદનસીબે મોટી દુર્ઘટના ટળી:અંકલેશ્વરના રાજપીપલા ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી

અંકલેશ્વરએક મહિનો પહેલા

અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે બનાવની જાણ ફાયર બ્રિગેડના લાશ્કરોને કરાતા તેઓએ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.

ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી
બનાવની મળતી માહિતી મુજબ અંકલેશ્વર રાજપીપલા માર્ગ ઉપર આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારના સમયે કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે, આગના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં. આગના પગલે આજુબાજુમાં રહેતા રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બનાવની જાણ સ્થાનિકો અંકલેશ્વર ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી આવીને આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કોઈ જાનહાની નહિ નોંધાતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...