દુર્ઘટના:પાનોલીના ગુરુકૃપા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ભંગારના ગોડાઉનમાં આગ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાં સંગ્રહ કરેલો ભંગાર બળીને ખાખ

પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં ગુરુ કૃપા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં આવેલ ભંગારના ગોડાઉન માં લાકડા તેમજ પુઠ્ઠાં સહીત નો જથ્થો સંગ્રહ કર્યો હતો જેમાં રવિવારના રોજ રાત્રીના અરસામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી, આગ વધુ ફેલાતા ગોડાઉન ના સંચાલકોએ પાનોલી નોટીફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવી પાણી નો છંટકાવ કર્યો હતો.

જો કે આગ લાકડા અને પુઠ્ઠાંના જથ્થા માં વધુ ફેલાતા અંકલેશ્વર ડીપીએમસી મળી કુલ 7 જેટલા ફાયર બ્રિગેડે 3 કલાક ની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જો કે સંગ્રહ કરેલ જથ્થો બળીને ખાખ થઇ જતાં મોટું નુકશાન થવા પામ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...