તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અંસાર માર્કેટ નજીક જાહેરમાં પડેલા ભંગારના જથ્થામાં આગ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ભંગાર જાહેરમાં પડેલા જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી હતી. - Divya Bhaskar
અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ભંગાર જાહેરમાં પડેલા જથ્થામાં આગ લાગતાં દોડધામ મચી હતી.
  • ફોટો પાડતા યુવક સાથે ભંગારીયા તત્વોએ દાદાગીરી કરી
  • આગના બહાને કેમિકલ યુક્ત કચરાના નિકાલની આશંકા

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે ભંગાર જાહેરમાં પડેલા જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. કવરેજ કરવા આવેલ પત્રકાર સાથે ભંગારીયા તત્વો દાદાગીરી કરી મારવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. ભંગાર ના જથ્થા સાથે રહેલા વાહનો પણ આગ ની ચપેટ માં આવ્યા છે. ડીપીએમસી કે ફાયર ટીમ ને જાણ કર્યા વગર જાતે જ આગ ભંગારીયાઓ એ ઓલવી હતી. વારંવાર ભંગાર માર્કેટ માં લાગતી આગ શંકાસ્પદ બની છે. ત્યારે આગ ના બહાને કેમિકલ યુક્ત કચરા નો થતો નિકાલ ની શકયતા સામે આવી છે.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર અંસાર માર્કેટ તરફ જતા એપ્રોચ રોડ પર આજરોજ બપોરે રોડ ને અડી ને આવેલ સરકારી જમીન પર ફૂટપાથ પર રહેલા ભંગાર ના જથ્થા માં આગ ભભૂકી ઉઠી હતી જોત જોતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યાં રહેલા ભંગાર ના વાહનો અને ઉભેલા આઇસર ટેમ્પા લપેટ માં લેવા કગાર પર પહોંચી હતી ભંગાર વેપારી ઓ જાતે જ આગ બુઝાવા ની કોશિષ કરી રહ્યા હતા જ્યાં ઘટના ની જાણ થતા માં ટીવી પત્રકાર પ્રવીણ મિશાલ પહોંચ્યા હતા ને કેમેરો કાઢી શુટીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન એક ભંગારીયા ઈસમ અચાનક સામે આવ્યો હતો અને કેમ શુટીંગ કરે છે તેમ કહી બીભત્સ ગાળો આપવાની શરૂઆત કરી હતી. જેને રોકાતા તમે તમારું કામ કરો કહી શુટીંગ ચાલુ રાખતા અચાનક પટ્ટો કાઢી મારવાની કોશિષ કરી ગાળો આપવાની જારી રાખી હતી જે ઘટના રેકોર્ડ થઇ હતી.

તો લોકો સમજવા છતાં ઉશ્કેરાયેલ ઈસમ ગાળો આપવાની ચાલુ રાખી હતી. સ્થાનિક અન્ય ભંગારીયાઓ દોડી આવ્યા હતા અને તેવો દ્વારા વંઠી ગયેલા ઈસમને દૂર કર્યો હતો. ઘટના અંગે શહેર પોલીસ મથકે પત્રકાર એ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી સામે આવ્યું નથી. ભંગારનો ફૂટપાથ પર રહેલ જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...