કોઈ જાનહાનિ નહીં:પાનોલીની કંપનીમાં કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતાં આગ લાગી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલ લીકેજ થવાના કારણે આગ ભભૂકી હતી
  • ગણતરીની મિનિટમાં કાબૂમાં મેળવ્યો : કોઈ જાનહાનિ નહીં

અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી એંજલ કેમિકલ કંપનીમાં ગુરુવારે બપોરે કેમિકલ ભરેલા ડ્રમમાં અચાનક બ્લાસ્ટ થવાની સાથે કેમિકલ લીકેજ થયું હતું. જોત જોતામાં તે આગમાં પરિવર્તિત થયું હતું. કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. કેમિકલ ભરેલું ડ્રમ ફાટી જતાં તેમાંથી કેમિકલ લીકેજ થતા બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું આગના પગલે કામદારોમાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, કોઈ જાનહાની નહીં થતા કંપની અને તંત્રએ હાશકરો અનુભવ્યો હતો. આ અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કચેરીને જાણ કરવામાં આવતા અધિકારીઓએ સ્થળ તપાસની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...