તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:અંકલેશ્વર પાસે NH-48ના સર્વિસ રોડ ઉપર કેબલમાં ધડાકા સાથે આગ લાગી

અંકલેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આગ લાગ્યાની ડીપીએમસીને જાણ કરાતા સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નેહા 48 પર સર્વિસ રોડ પર લાઈટ કેબલ માં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી સર્વિસ રોડ પર રહેલ લાઈટ ની લાઈનમાં દુર્ધટના સર્જાય હતી. બનાવ સંદર્ભે ડીપીએમસી જાણ કરાય હતી. બનાવ સંદર્ભે હાઇવે ઓથોરેટી પણ કાર્યવાહી આરંભી હતી. કેબલમાં શોર્ટ સર્કિટ સાથે સ્પાર્ક થતા ઘટના સર્જાય હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે.

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ યુપીએલ કંપની પાસે સર્વિસ રોડ પર રહેલ સ્ટ્રીટ લાઈટોના કેબલમાં કોઈ અગમ્ય કારણોસર સ્પાર્ક થયું હતું અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. આગ પગલે વાહન ચાલકોમાં અફરા તફરી જોવા મળી હતી. સર્વિસ રોડ ઉપર થી પસાર થતા વાહન ચાલકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આ બનાવની જાણ હાઇવે ઓથોરિટી ને જાણ કરવામાં આવી હતી. તેમજ ડીપીએમસી ને જાણ થતા ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જો કે ગણતરીની મિનિટો આગ ઓલવાય જવા પામી હતી. ત્યારે કેબલ માં ફોલ્ટ સાથે શોર્ટ સર્કિટ થતા સ્પાર્ક થતા આગ ભભૂકી ઉઠી હોવાનું બહાર આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો