તુફાન ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત:અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે નશામાં ધૂત રિક્ષાચાલકે સર્જ્યો અકસ્માત; ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પર આવેલા બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે તુફાન ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત હતો. રિક્ષા ચાલકે દારૂ પીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઈજાગ્રસ્તને 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા હતા.

નશામાં ધૂત રીક્ષા ચાલકે તુફાન ટેક્સ જોડે અકસ્માત કર્યો
અંકલેશ્વરમાંથી પસાર થતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર પ્રતિન ચોકડી નજીક ગુરુવારના રોજ નશામાં ધૂત રીક્ષા ચાલકે પીકઅપ તુફાન ફોરવીલ ગાડીને ઠોકી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રોડ પર જામેલા વાહનોના અડિંગો પણ અકસ્માતનું કારણ
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, નશામાં ધૂત રીક્ષા ચાલકને લઇ સર્જાયેલા અકસ્માતમાં માર્ગની આજુબાજુ અડચણરૂપ પાર્ક કરેલા વાહનો પણ અકસમાતનું એક કારણ બન્યા છે. ત્યારે પોલીસ દ્વારા માર્ગ પર અડચણરૂપ વાહન સામે તેમજ ખાનગી મુસાફરી કરવા વાહન ચાલકો જે રોડ પર અડિંગો જમાવી દે છે તેની સમયે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ રાહદારીઓ કરી રહ્યા છે.