તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અંકલેશ્વરના મેવાડા ફળિયામાં જર્જરિત થયેલું મકાન ધરાશાયી

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના મેવાડા ફળિયામાં એકાએક જર્જરિત મકાન ધરાશયી થઇ હતી. - Divya Bhaskar
અંકલેશ્વરના મેવાડા ફળિયામાં એકાએક જર્જરિત મકાન ધરાશયી થઇ હતી.
  • બાજુના એક મકાનની દિવાલને પણ નુકસાન
  • અન્ય જર્જરીત મકાનો પણ ઉતારી લેવા નોટિસ

અંકલેશ્વરના મેવાડા ફળિયામાં જર્જરિત મકાન ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. બાજુ ના એક મકાન દીવાલ પણ નુકસાન પહોંચ્યું હતું. પાર્ક કરેલ બે મોપેડ ને પણ નુકસાન : તો ત્યાં બની રહેલા મકાન ના ફાઉન્ડેશન ને પણ નુકસાન પહોંચ્યું હતું. પાલિકા જાણ થતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી કાટમાળ દૂર કર્યો હતો. મકાન માલિક ને નોટિસ પાઠવી : અન્ય જર્જરીત મકાનો પણ મકાન ઉતારી લેવા નોટિસ પાઠવી હતી.

અંકલેશ્વર શહેરના મધ્ય માં આવેલ જુના અંકલેશ્વર વિસ્તાર માં મેવાડા ફળીયા માં ગુરુવાર ના રોજ બપોરે અચાનક જૂનું જર્જરિત મકાન કડકભૂસ થઈ જવા પામ્યું હતું. મકાન બાજુ ના આવેલ એક મકાન ની દીવાલ ને પણ નુકસાન પહોંચ્યું હતું. તેમજ ત્યાં બની રહેતા એક મકાનના ફાઉન્ડેશન ને પણ નુકસાન થયું હતું તેમજ મકાન આગળ રહેલ 2 મોપેડ ને પણ દબાઈ જવા પામી હતી. સદનશીબે કોઈને ઈજા પહોંચી ના હતી. ઘટના ની જાણ પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

કાટમાળ દૂર કરવાની તજવીજ આરંભી હતી. તો જર્જરિત મકાન દીપક સોનીનું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પાલિકા એ મકાન માલિક જર્જરિત ભાગ ઉતારી લેવા નોટિસ પાઠવી હતી તેમજ આજુબાજુ અન્ય ક્ષતિગ્રસ્ત મકાન તેમજ જર્જરિત મકાનો ને પણ નોટિસ પાઠવી તજવીજ આરંભી હતી. તેમજ ઘટના સ્થળે ત્વરિત અસર થી ગેસ લાઈન તેમજ વીજ પુરવઠો બંધ કરાવી કાટમાળ દૂર કરવા માટેની કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...