આયોજન:અંકલેશ્વરમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચાનું ડેલિગેશન આવ્યું

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ મહામંત્રી હાજર રહ્યાં

અંકલેશ્વર ખાતે બીજેપી અનુસૂચિત જાતિ મોરચા નું ડેલીગેશન આવ્યુ હતુ. બીજેપી અનુસૂચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અનુસૂચિત જાતિ ના પ્રદેશ મહામંત્રી એ કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ અનુસૂચિત જાતિ ના પ્રદેશ મહામંત્રી એ અંકલેશ્વર ના વાલ્મિકી સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકત કરી હતી.

અંકલેશ્વર માં પ્રદેશ ભાજપ ના અનુસૂચિત જાતિ મોરચા ના મંત્રી દિનેશ ભાઈ રોહિત ના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટી ના અનુસૂચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ માજી સાંસદ અને તિરૂપતિ મંદિર ના ટ્રસ્ટી શંભુ પ્રસાદ ટુંડીયા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેઓ સાથે પ્રદેશ ભાજપ અનુસૂચિત જતી મોરચાના મહામંત્રી ગૌતમ ભાઈ ગેડીયા જંબુસરના ડી કે સ્વામી એ શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર ભાજપ ના પ્રેમચંદ સોલંકી, હિતેન્દ્ર સોલંકી, વિજેયન્દ્ર સોલંકી, ધર્મેન્દ્ર રાજ, દક્ષેશ મોદી બિપિન પરમાર સહીત સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દિનેશભાઇ રોહિત સહીત ના આગેવાનો દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...