તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:અંકલેશ્વરના ભરણ ગામે બે ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળના ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો પચાવી પાડી ખાલી ના કરતા ગુનો

અંકલેશ્વર ના ભરણ ગામે 2 ઈસમો સામે લેન્ડ ગ્રેબીન ની ફરિયાદ નોંધાઇ હતી. માંગરોળ ના ખેડૂત ની જમીન પર ગેરકાયદેસર કબ્જો પચાવી પાડી ખાલી ના કરતા ફરિયાદ નોંધી હતી. તાલુકા પોલીસે જરૂરી તપાસ કરી ગુનો નોંધ્યો હતો.

બનાવની વિગતો અનુસાર મોટી પારડી પરમાર ફળીયા માંગરોળ ખાતે રહેતા ભારતસિંહ ધિરાજસિંહ મહિડા વડીલોપાર્જિત જમીન ભરણ ગામ ની સીમ માં ખાતા નંબર 355 અને સર્વે નંબર 636 જૂનો સર્વે નંબર 633 તેનું ક્ષેત્રફળ 4-64-33 પર ભરણ ગામ ના ગુણવત છગનભાઈ પટેલ અને ધીરુભાઈ છગનભાઈ પટેલ છેલ્લા 16 વર્ષ થી જમીન ઉપર કબજો જમાવ્યો હતો. ભારતસિંહ એ નાણાકીય સમસ્યા સર્જાતા 2004 માં તેવો 16 હજાર રૂપિયા ધીરુભાઈ પાસે ઉછીના લીધા હતા અને જે રૂપિયા શકેલ નહીં અને 3 % વ્યાજે જાન્યુઆરી 2019 માં રૂપિયા ચૂકવી દીધા હતા.

જે અંગે 2008માં કોસંબા તેમજ અંકલેશ્વર પોલીસમાં ફરિયાદ આપી હતી. અને સાટાખાત આધારે ધીરુ પટેલ અને ગુણવંત પટેલે અંકલેશ્વર કોર્ટમાં દાવો કર્યો હતો. તે તેવો કોર્ટની મુદ્દતમાં હાજર ન રહેતા કોર્ટ દ્વારા 22 મી જૂન 2017ના રોજ દાવો કાઢી નાખ્યો હતો ગત 1 લી ફેબ્રુઆરી ના રોજ ભરૂચ કલેકટર માં ફરિયાદ કરતા ગુજરાત જમીન પચાવી પાડવાની પ્રતિબંધક અધિનિયમ 2020 હેઠળ અરજી આધારે જરૂરી તપાસ કરવામાં આવી હતી. જે તપાસ અને અંતે આખરે અંકલેશ્વર તાલુકા પોલીસે ધીરુ પટેલ અને ગુણવંત પટેલ વિરુદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન ની એક્ટ -2020 હેઠળ ગુનો નોંધી બંને ની ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...