આપઘાત:અંકલેશ્વરમાં પાર્ક કરેલી ટ્રકના કલીનરનો ફાંસો ખાઇ આપઘાત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક મધ્યપ્રદેશના ઉજજૈન પાસે રહેતો હોવાનું ખુલ્યું

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ સહયોગ હોટલ પર ટ્રક પાછળ ફંદો લગાવી ક્લીનરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગત રાત્રીના બનેલા બનાવ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

અંકલેશ્વરમાંથીપસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ સહયોગ હોટલ ખાતે ગત મોડી રાત્રીના1:15 વાગ્યા ના પાર્કિગ કરેલ ટ્રક પાછળ યુવાન ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે ટ્રકના ચાલક ને જાણ થતા હોટલ સંચાલકનો સંપર્ક કરી શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી.

. બી ડિવિઝન પી.આઈ વી. યુ. ગડરિયા તેમજ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ટ્રક પાછળ દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરનાર યુવાનના પ્રથમ મૃતદેહ નીચે ઉતાર્યો હતો. મૃતક યુવાન કોણ છે તે જાણવાની કોશિષ કરતા તે ટ્રક નો44 વર્ષીય ક્લીનર મદન સિંગબાબુ સિંગ હોવાનું સામે આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએક્લીનર મદનસિંગએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું છતાં પોલીસ દ્વારા ઘટના ની તલસ્પર્શીતપાસ માટે પેનલ પી.એમ કરાવી કોઝ ઓફ ડેથ જાણવા ની તજવીજ શરુ કરી હતી. અને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લા ના તરાના તાલુકા માં રહેતા મદન સિંગબાબુ સિંગ ના પરિજનો ને જાણ કરી હતી.

નેશનલ હાઇવે પરથી રોજની હજારો ટ્રકોની અવરજવર રહેતી હોય છે અને રાતના સમયે ટ્રકોના ચાલકો કોઇ હોટલ કે ધાબાઓ પર રાત્રિ રોકાણ કરતાં હોય છે. ઉજજૈનનો રહેવાસી મદનસીંગ પર એક ટ્રક પર કલીનર તરીકે ફરજ બજાવતો હતો અને ટ્રકને અંકલેશ્વરની સહયોગ હોટલ પાસે રોકવામાં આવી હતી. ત્યારે તકનો લાભ લઇને તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાત કરવા પાછળનું કારણ હજી બહાર આવી શકયું નથી અને તેના પરિવારજનો ઉજજૈનથી અંકલેશ્વર ખાતે આવવા માટે રવાના થઇ ગયાં છે .તેમના આવી ગયાં બાદ વધુ વિગતો સપાટી પર આવશે.

અન્ય સમાચારો પણ છે...