મકાન જોવા જતાં લાખો ગુમાવ્યા:અંકલેશ્વરના વેપારી પાર્કિંગમાં કાર મૂકીને નવું મકાન જોવા ગયા, કારના કાચ તોડી ત્રણ ઈસમો રૂ. 3.50 લાખની ચોરી કરીને ફરાર

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર માલિક પાર્કિંગમાં કાર મૂકીને નવું મકાન જોવા ગયા હતા
  • આ સમય દરમિયાન કારનો કાચ તોડી રૂ. 3.50 લાખની ઉઠાંતરી
  • બાઇક સવાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા​​​​​​​

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ખુશ હાઈટ્સ વિઝનના પાર્કિંગમાં ફરીયાદી કાર મૂકીને નવું મકાન જોવા ગયા હતા. તે સમય દરમિયાન કારના કાચ તોડીને ત્રણ અજાણ્યા ઈસમો કારમાં મુકેલા રૂ. 3.50 લાખની ચોરી કરીને પલાયન થઈ ગયા હતાં. સમગ્ર ઘટના અંગે કાર કાર ચાલકે અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્થળ પરથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

ફરીયાદી કાર પાર્કિંગમાં પાર્ક કરીને નવું મકાન જોવા ગયા હતાં
અંકલેશ્વર GIDC વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે.અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ગુરુવારના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ખુશ હાઈટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા. ફરીયાદી પોતાની કાર ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પાર્કિંગ કરીને લોક કરીને નવું મકાન જોવા ગયા હતા. તે સમય દરમ્યાન ત્રણ જેટલા અજાણ્યા બાઇક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાંચ તોડીને અંદર બેગમાં મુકેલા હરેશ પટેલના રૂપિયા 3,50,000 ની ઉઠાંતરી કરીને પલાયન થઈ ગયા હતાં. ફરીયાદી એક કલાક બાદ મકાન જોઈને પરત આવતા તેમની કારનો કાચ તૂટેલો હોય અંદર જોતા બેગમાં મુકેલા રૂ.3.50 લાખ નહિ મળતા ચોરી થઇ હોવાનું માલુમ પડતા ફરીયાદીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
આ અંગે અંકલેશ્વર GIDC પોલીસે ફરિયાદ નોંધીને ત્યાં ખુશ હાઈટ્સમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને અજાણ્યા બાઇક સવાર આરોપીનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...