ધરપકડ:અડોલ રોડ પર ખેતરમાં દારૂના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એલસીબીએ 35 હજારનો જથ્થો જપ્ત કર્યો

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે અંકલેશ્વર તાલુકાના નાગલ ગામથી અડોલ ગામ તરફ જતા રોડ પર આવેલ નહેર પાસેના શેરડીના ખેતરમાંથી ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે સજોદના કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી હતી જયારે અન્ય એક બુટલેગર ફરાર થઇ ગયો હતો. પોલીસે 35 હજાર ઉપરાંતનો દારૂ જથ્થો જપ્ત કર્યો હતો.

ભરૂચ એલસીબીને મળેલી માહિતીના આધારે નાંગલ ગામથી અડોલ ગામ જવાના માર્ગ ઉપર શેરડીના ખેતરમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો એલસીબી પોલીસે સજોદના પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી માટીએડના ચિંતન અંકન વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.એલસીબી પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની નાની મોટી 323 નંગ બોટલ મળી કુલ 35.900નો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...