તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:હાંસોટના શેલ્ટર હોમ ખાતે 40 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું

અંકલેશ્વર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • વહીવટી તંત્રએ જિલ્લાના છેવાડે દદરિયાકાંઠે કોવિદ કેર સેન્ટર ઉભું કર્યું

હાંસોટના શેલ્ટર હોમ ખાતે 40 બેડ ની કોવીડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય ના સહકાર મનત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ વહીવટી તંત્ર એ જિલ્લા છેવાડે દરિયા કાંઠે કોવિદ કેર સેન્ટર ઉભું કરી છેવાડા સુધી સારવાર પહોંચાડવાનો પ્રયાસ શરુ કર્યો હતો. આજુબાજુ ના ગ્રામ્ય ના કોવિડ દર્દી ને સારવાર ઝડપભેર મળે તેવા ઉદ્દેશ્ય કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કર્યો છે. હાંસોટ તાલુકાના કતપોર ગામે શેલ્ટર હોમ ખાતે બનાવેલ 40 બેડની સુવિધાવાળી કોવીડ કેર સેન્ટરની મંત્રી ઇશ્વર સિંહ પટેલની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી.

દેશમાં તેમજ રાજ્યોમાં કોરોના મહામારી વાઈરસે હાહાકાર મચાવ્યો છે. તેમાં ભરૂચ જિલ્લા નો હાંસોટ તાલુકો પણ બાકાત રહ્યો નથી ત્યારે તંત્ર દ્વારા હાંસોટ તાલુકાના છેવાડાના ગામના લોકોને પ્રાથમિક સારવાર મળી રહે અને જે ઘરોમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યો હોય તેના પરિવારના લોકો સંક્રમિત ન થાય અને તેના પરિવાર ને હોમ કોરોનટાઈન કરી શકાય તે સંદર્ભે તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે બનાવેલ ૪૦ બેડની સુવિધા ધરાવતી કોવીડ કેર સેન્ટર ની મંત્રી ઇશ્વર સિંહ પટેલ ની ઉપસ્થિતિ માં આજ રોજ શરૂ કરવામાં આવી હતી. આ કોવીડ કેર સેન્ટરમાં એક ડૉક્ટર તથા નર્સીંગ સ્ટાફ સાથે દવાની વ્યવસ્થા કરવામાં આવી છે તથા હોમ કોરોનટાઈન થયેલ લોકોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો