તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:નર્મદા મૈયા બ્રિજ પરથી 25 વર્ષીય યુવાનનો નદીમાં મોતનો ભૂસકો

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

ભરૂચ ના ભોલાવ નંદેલાવ રોડ પર રહેતા બાદશાહ સિંગ રાજપૂત ના પુત્ર નાગેન્દ્ર સિંગ ને તેના બનેવી એ દુકાન ના હિસાબ બાબતે વાતચીત કરી ટકોર કરતા લાગી આવ્યું હતું અને ગત રોજ રાત્રી ના પોણા નવ વાગ્યા ના નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પગદંડી માર્ગ ગયો હતો અને નર્મદા નદીમાં કૂદી પડ્યો હતો અને અંતિમ પગલું ભર્યું હતું.

આ અંગે પરિવારને જાણ થતા પરિવાર દોડી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને ભરૂચ તેમજ અંકલેશ્વર ફાયર ટીમ ના તરવૈયા ઓ તેમજ સ્થાનિક નાવિકો ની મદદ થી મૃતક નાગેન્દ્ર સિંગના મૃતદેહ ની નર્મદા નદી માં શોધખોળ આરંભી હતી.

જેના ગરદન પાછળ અંગ્રેજી માં પલક નામ લખ્યું હતું. જયારે ભરૂચ ના નર્મદા કિનારે આવેલ દશાશ્વમેઘ ઘાટ પાસે ગત રોજ બપોરે 5:30 કલાકે અજાણ્યા 30 થી 35 યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને અંકલેશ્વર ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો.

જેના જમણા પર અંગ્રેજી માં આર્ય લખ્યું છે. પોલીસે અજાણ્યા ઈસમ ના મોત અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક ઈસમ ના પરિજનો ની શોધખોળ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...