તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:અંકલેશ્વરમાં 2 વર્ષીય બાળકીનું ધાબા પરની પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકી રમતા રમતા ધાબા ઉપર પહોંચી ખુરશી પર ચઢી જતાં ટાંકીમાં ગઈ પડી હતી
  • પરિવાર શોધવા માટે નીકળ્યો પણ 10 મિનિટ બાદ બાળકી ટાંકીમાંથી મળી આવી

અંકલેશ્વર તાલુકાના ગડખોલની સોસાયટીમાં 2 વર્ષીય બાળકીનું રમતા રમતા ધાબા પરની પાણીની ટાંકીમાં પીડને ડૂબી જતાં મોત થયું હતું. પરિવાર બાળકીને શોધવા નીકળ્યું પણ 10 મિનિટ બાદ પાણીની ટાંકીમાંથી મળી આવી હતી. દીકરી જીવિત હોવાની આશાએ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ તબીબે તેને મૃત જાહેર કરી હતી.

અંકલેશ્વર ગડખોલ ગામની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા રાકેશ દૂબેની 2 વર્ષીય પુત્રી આર્યા ગત રોજ પોતાના ઘરે રમી રહી હતી. પરિવારના સભ્યોનું તેના ઉપર ધ્યાન ન રહેતાં રમતા રમતા તે ઘરના ધાબા પર પહોંચી ગઈ હતી અ્ને ટાંકી પાસે રહેલી ખુરશી ઉપર ચઢી ગયા બાદ ટાંકીમાં પડી જતા ડૂબી ગઈ હતી.

પરિવારે 10 મિનિટ સુધી તેની શોધખોળ કરતા ધાબા પર પહોંચ્યું હતું. જ્યાં દીકરી પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં મળી હતી. તુરંત પરિવાર બાળકીને હોસ્પિટલમાં લઈ જતા તબીબે તેનું મોત થયું હોવાનું જણાવતા પરિવારે આક્રંદ મચાવ્યો હતો. શહેર પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...