તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સારંગપુરમાં અગમ્ય કારણોસર 15 વર્ષીય કિશોરે આપઘાત કર્યો

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવાર સ્તબ્ધ થતા ક્યાં કારણથી આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ
  • પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પીએમ અર્થે ખસેડ્યો

અંકલેશ્વર સારંગપુર ગામે 15 વર્ષીય કિશોરે આપઘાત કરી લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સારંગપુર મંગલદીપ સોસાયટી માં બનાવ બન્યો હતો. પરિવાર સ્તબ્ધ થતા ક્યાં કારણથી આપઘાત કર્યો તે કારણ અકબંધ રહ્યું છે. જીઆઇડીસી પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા હતા.પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. અંકલેશ્વરના સારંગપુર પાઈની મંગલદીપ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 15 વર્ષીય હંસ કુમાર મંડલે ગતરોજ કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો.

ઘરે એકલા રહેતા મકાનના રૂમમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર આવી પહોંચી હંસ મંડલના મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડ્યો હતો. 15 વર્ષીય કિશોરે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે પરિવારજનો પૂછપરછ કરી હતી. જો કે પરિવાર શોક મગ્ન રહેતા કારણ જાણી શક્યું ના હતું.

અન્ય સમાચારો પણ છે...